પોસ્ટ્સ

ઑક્ટોબર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

TECHNOLOGY

  5 જી સર્વિસ લોન્ચઃ એક જીબીની ફુલ એચડી ફિલ્મ 7 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકશે નવી દિલ્હી , તા .1 ઓક્ટોબર 2022, શનિવાર દેશમાં 5 જી સેવાની શરૂઆત થઈ ગઈ છે . આજે પીએમ મોદીના હસ્તે દિલ્હીના પ્રગતિ મેદાનમાં આ સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી . સાથે સાથે પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને સંબોધન પણ કર્યુ હતુ . તેમણે કહ્યુ હતુ કે , 5 જી ટેકનોલોજીના કારણે ઈન્ટરનેટની સ્પીડ અત્યારની ફોર જી સર્વિસની સ્પીડ કરતા દસ ગણી વધી જશે . એ જાણવુ પણ જરુરી છે કે , 4 જી અને 5 જીની સ્પીડમાં કેટલો ફરક રહેશે . જાણકારોનુ કહેવુ છે કે , 5 જીમાં યુઝર્સને 4 જીના મુકાબલે ઘણી ટેકનિકલ સુવિધાઓ મળશે . 5 જીમાં ઈન્ટરનેટની ડાઉનલોડ સ્પીડ 10 જીબી પ્રતિ સેકન્ડ સુધી પણ મળશે . જે હાલમાં ફોર જીમાં 150 એમબી પ્રતિ સેકન્ડ સુધી સીમિત છે . 5 જી   સર્વિસમાં યુઝર્સ ગણતરીની સેકન્ડમાં મોટી સાઈઝની ફાઈલ ડાઉનલોડ કરી શકશે . ઉદાહરણ તરીકે એક જીબીની સાઈઝની ફુલ એચડી મૂવી 5 જીમાં ડાઉનલોડ થવામાં સાત સેકન્ડનો સમય લાગશે ...