તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે
*તમને ખબર છે તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે?* આધાર કાર્ડનો ઘણી રીતે દુરુપયોગ થાય છે. એક મોટો દુરુપયોગ નવું સિમ ખરીદવા માટેનો છે. શક્ય છે કે તમારી જાણ વગર તમારા આધાર પર કોઈએ સિમ ખરીદી લીધું હોય... તમે સમાચાર વાંચતા હશો અથવા તો ટીવી પર સમાચાર અને ક્રાઇમ શો જોતા હશો, તો તમને ખ્યાલ હશે જ કે મોટાભાગના ગુનાઓમાં અપરાધીઓ ફરજી સિમ કાર્ડ વાપરે છે. એટલે કે એવા સિમ કાર્ડનો ઉપયોગ કરે છે જે કોઇ અજાણી વ્યક્તિના નામે હોય છે. જે વ્યક્તિના નામે સિમ કાર્ડ હોય, તેને સપનાંમાંય ખબર નથી હોતી કે તેના નામના સિમ કાર્ડનો ઉપયોગ કોઇ અપરાધ માટે થઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે ખબર ના હોય, કારણ કે અપરાધીઓએ તે વ્યક્તિની જાણ બહાર તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેના નામ પર સિમ કાર્ડ લીધું હોય છે. આ પ્રકારની ઘટનાઓ દરરોજ સામે આવે છે. વર્તમાન સમયે આધાર કાર્ડ એક અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયું છે. જેના વગર તમારું એક પણ કામ થતું નથી. લગભગ દરેક કામ માટે આપણે આધાર કાર્ડની ઝેરોક્ષ અથવા તો ડિજિટલ કોપી આપીએ છીએ. આવી સ્થિતિમાં મારા, તમારા કે કોઇના પણ આધાર કાર્ડની ઝોરોક્ષ કે વિગતો મેળવવી અપરાધીઓ માટે જરા પણ અઘરી નથી. જેનો...