ફેસબુક પર એક્ટિવ હોવાનો આપણો હેતુ
ફેસબુક પર એક્ટિવ હોવાનો આપણો હેતુ એ હોય કે આપણી વાત અન્યો સુધી પહોંચે. તકલીફ એ કે બધાનો હેતુ આ જ હોય અને એમાંના મોટા ભાગના લોકો આ હેતુ પૂરો કરવા ખાસ્સી મહેનત કરતા હોય! આ કારણે આપણી ફીડમાં અનેક લોકોની પોસ્ટની ભરમાર થતી રહે છે.
તમારી ફીડમાં, તમને જેમાં ઓછો રસ પડતો હોય એવી પોસ્ટ્સ, ગેમ્સની રિક્વેસ્ટ વગેરેનું પ્રમાણ વધી ગયું હોય એવું લાગે છે? તમે તેને કંટ્રોલ કરી શકો છો. એ માટે, જે પોસ્ટ તમને ગમે તેવી ન હોય તેની સાથેના ત્રણ ડોટ પર ક્લિક કરો. એવી પોસ્ટ્સનું પ્રમાણ ઘટાડવાના કે ૩૦ દિવસ માટે સદંતર બંધ કરવા જેવા વિકલ્પો મળશે (બીજી બાજુ, અહીં તેને મોકલનારને ફેવરિટ તરીકે સેવ કરવાનો વિકલ્પ પણ મળશે, જેથી એમની વધુ પોસ્ટ જોવા મળે!). બીજા રસ્તા તરીકે, ક્યારેક ફુરસદે ફેસબુકનાં સેટિંગ્સમાં ન્યૂઝ ફીડ પ્રેફરન્સીઝ શોધીને તેના વિકલ્પો તપાસી, તમારી ફીડની એક સાથે સાફસૂફી પણ કરી શકાય.
From:https://epaper.gujaratsamachar.com/ravipurti/01-01-2023/5