ઇન્ફર્મેશન ટેક્નોલોજી

 ઇન્ફર્મેશન ટેક્નોલોજી ખાસ્સી આગળ વધી હોવા છતાંબહુ જાણીતી અને દુનિયાભરમાં યૂઝર્સ ધરાવતી વિવિધ સર્વિસ અવારનવાર ડાઉન થતી હોય છે. ગયા વર્ષે ફેસબુકટ્વીટરગૂગલઇન્સ્ટાગ્રામ વગેરેની સર્વિસ આ રીતે ઠપ્પ થઈ હતી. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં જ માઇક્રોસોફ્ટની સ્કાઇપટીમ્સ અને માઇક્રોસોફ્ટ ૩૬૫ જેવી સર્વિસ ડાઉન થવા સાથે આ ટ્રેન્ડ આગળ વધ્યો છે.

જો તમે તમારા લેપટોપમાં વનડ્રાઇવનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં ફાઇલ્સ ઓન ડિમાન્ડ’ નામે એક ઉપયોગી ફીચર છે. તેની મદદથીઆપણે જેના પર કામ કરતા હોઈએ ફક્ત તે જ ફાઇલ્સ પીસીમાં લોકલી સ્ટોર થાય છેબાકીની ફાઇલ્સ ક્લાઉડમાં આપણા એકાઉન્ટમાં સ્ટોર થાય છે. પરંતુ આ રીતે ક્લાઉડ સર્વિસ ઠપ્પ થાય ત્યારે આપણું કામ અટકી શકે છે કેમ કે જોઈતી ફાઇલ આપણે ડાઉનલોડ કરી શકતા નથી. ઉપાય તરીકેઆપણે વનડ્રાઇવમાં મહત્ત્વનાં ફોલ્ડર્સ સતત પીસી પર ઉપલબ્ધ રહે એવું સેટિંગ કરી શકીએ છીએ. જેના પર રોજ કામ કરવાનું થતું હોય એવાં ફોલ્ડર્સ આ રીતે ઓફલાઇન રાખવાં સારાં.


From:https://www.gujaratsamachar.com/news/science-technology/what-is-the-lesson-of-microsofts-cloud-services-being-down

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

The other side of the artificial intelligence coin

તમારા આધાર કાર્ડ પર કેટલાં સિમ એક્ટિવ છે

શું છે Right to Repair પોર્ટલનો ફાયદો